વાંસકુઈ ખાતે મહુવા સુગરમિલનું બળદ ગાડું રોડની સાઈડમાં ઉતર્યું જાનવર સહિત ચાલકનો આબાદ બચાવ.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વાંસકુઈ પેટ્રોલ પંપ નજીક જે.એસ.ડી.મોલ ની સામે મહુવા સુગરમિલ માં બળદ ગાડુ શેરડી ભરી ને જઈ રહ્યું હતું તે અરસામાં બળદ ગાડું અચાનક રોડની રોંગ સાઈડમાં આવી જઈ ને સીધું રોડની સાઈડમાં નીચે ખાઈમાં ખાબકયું હતું.તો ગાડા માં જોડેલા બળદ પણ. ખાઈમાં ખાબકયા હતા.જો કે આ અકસ્માતમાં તે સમયે કોઈપણ અન્ય વાહન પસાર થતું ના હોવાથી ગાડાના ચાલક સહિત જાનવરો નો પણ આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.




