Traffic Tail

લગ્ન પ્રસંગમાં પાર્ક કરેલી XUV કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી.

SHARE:


લગ્ન પ્રસંગમાં પાર્ક કરેલી XUV કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી.

મહુવા તાલુકાના બુટવાડા ગામે એક લગ્ન પ્રસંગમાં લોકો ડી.જે.ના તાલે નાચી રહ્યા હતા તો બીજી તરફ પાર્ક કરેલી એક xuv કારમાં આગ ભુભૂકી ઉઠી હતી.લગ્ન પ્રસંગમાં વાહનો ઘણાં પાર્ક કરવામાં આવ્યા હતા.ત્યાં પાર્ક કરેલ એક xuv કાર પણ પાર્ક કરવામાં આવી હતી.પાર્ક કરેલ xuv કારમાં અચાનક ધુમાડો જોવા મળ્યો અને ધુમાડા નીકળ્યા ના ક્ષણ વારમાં તો આગની જ્વાળા નીકળતી નજરે પડે હતી લોકોની અવર જવર થી સમગ્ર ઘટના એ હાહાકાર મચાવી દેતા જ કારના ચાલક પણ તરત જ પાર્ક કરેલ કારની ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને મિત્ર વર્તુળ સાથે આગને ઓલવવા માટે અથાગ પ્રયત્નો બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.xuv કારમાં આગ વિશાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ કાબુમાં આવી જતાં કારને મોટું નુકસાન થતાં જ આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!