ઓલણ નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવકનું મોત ​

SHARE:

ઓલણ નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવકનું મોત

​
વલવાડા:-અંબિકા તાલુકાના અનાવલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભોરીયા ગામે એક દુર્ઘટના સામે આવી છે. ભોરીયા ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદીના ઊંડા પાણીમાં તણાઈ જવાથી અંદાજે ૩૦ થી ૪૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
​અનાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ,ભોરીયા પાદર ફળિયામાં રહેતા અજયકુમાર દિનેશભાઈ કોળધા (ઉ.વ. ૩૩, ધંધો: મજૂરી) દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી હતી.આજરોજ તા.૦૩/૧૧/૨૦૨૬ના રોજ સવારના અંદાજે નવેક વાગ્યા પહેલાંના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો.મરણજનાર અજાણ્યા ઈસમનું નામ અને સરનામું હાલ અનામત/અજાણ છે અને કોઈ અગમ્ય કારણસર તે ઓલણ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ બનાવ અંગે આગળની તપાસ એ.એસ.આઈ. નિમેષભાઈ દયાળભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!