તા.૯ ડિસેમ્બર- મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશ માટે આખરી તક
નામ નોંધણી કે સુધારણા માટે નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફતે પણ રજુ કરી શકાશે
વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ પર સંપર્ક કરવો
ભારતીય ચુંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશનો તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
વધુમાં, મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. તેમજ વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.




