સુરત જિલ્લાના મહુવા તાલુકા કોષ ગામેથી ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાયો
કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની પાત્રતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવશે
સુરત જીલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કોષ ગામેથી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી રાકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સંગીતાબેન આહીર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શીલાબેન પટેલ, તા.પંના ઉપપ્રમુખશ્રી ચેતનભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્યોશ્રી, તાલુકા વિકાસ અધિકારશ્રી પી. સી મહાલા, શ્રી THO, ગામના સરપંચશ્રી, નાયબ મામલતદારશ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈસીડીએસના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વિકસીત ભારત યાત્રાથકી છેવાડાના માનવી સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની પાત્રતા ધરાવતા લોકોને હાથોહાથ લાભ આપવામાં આવશે.
તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહિતી આપેલ ,જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષશ્રી રાકેશભાઈ પટેલ દ્વારા પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ icds મહુવાના CDPO શ્રી, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THR નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવેલ અને તેનું મહત્વ સમજાવવામાં આવેલ , ICDS તથા અન્ય વિભાગના લાભાર્થીઓ દ્વારા મેળવેલા લાભ મળ્યા બદલ સાફલ્ય ગાથા રજુ કરવામાં આવી હતી






