પુના ગામે વિશાળકાય અજગર ને રેસ્ક્યુ કરી ઝબ્બે કરી લેવાયો.
મહુવા તાલુકાના પુના ગામે વિશાળકાય અજગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પુના ગામે પટેલ ફળિયામાં રહેતા જતિનભાઈના ઘરના પાછળ વિશાળકાય અજગર વિચરણ કરતો નજરે પડ્યો હતો.સાંજ નો સમય હોય પશુ પાલકો પોતાના પશુઓ માટે ઘાસચારો તેમજ દુધનો કાઢવાનો ટાઈમ હોય ત્યારે વિશાળકાય અજગર ના આગમન થી ભયભીત થઈ ઉઠ્યા હતા.જ્યારે ઘર માલિક જતીન પટેલ રેસ્કયુ ટીમને જાણ કરતા રેક્સ્યુ ટીમ દ્વારા અજગરને પકડી લેવામાં આવતા સ્થાનિકો એ હાશકારો મેળવ્યો હતો.પ્રાથમિક જાણકારી મુજબ આ વિશાળકાય અજગર લગભગ પાંચ થી છ ફૂટ લાંબો અને 15 કિલોથી વધુ વજન નો હોવાનું જાણવા મળે છે.હાલ તો આ અજગરને પકડી લેવાતા લોકોએ રાહત નો દમ લીધો છે તો રેસ્ક્યુ ટીમ દ્વારા અજગર ને જગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.






