વરસાદનું રૌદ્ર સ્વરૂપ: મહુવા અને અંબિકામાં ૩ ઈંચ વરસાદથી ૫ રસ્તા બંધ,તમારા વિસ્તારનો રસ્તો તો ખુલ્લો છે ને?જુઓ લેટેસ્ટ વીડિયો દ્વારા….

SHARE:

સુરત ગ્રામ્યમાં ભારે વરસાદ: ૩-૩ ઈંચ પાણી પડતાં ૫ રસ્તા બંધ

સુરતના મહુવા અને અંબિકા તાલુકામાં ૩-૩ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંબિકાના વહેવલ-મહુવરિયા અને મહુવાના નળધરા ગામના મળી કુલ ૫ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. તંત્રે પાણી ઓસરતાં જ રસ્તા શરૂ કરવાની ખાતરી આપી બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.

 

સુરત:-સુરત જિલ્લામાં હાલ વરસી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.ભારે વરસાદ અને નદી-નાળા ઉભરાવાના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં માર્ગ અને મકાન વિભાગે મહુવા તાલુકાના 3 અને અંબિકા તાલુકાના 2 માર્ગો મળી કુલ 5 રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.
મંગળવારે સવારથી વર્ષી રહેલ અવિરત વરસાદના પરિણામે મહુવા અને અંબિકા તાલુકામા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.મંગળવારે સવારે 6 વાગ્યા થી સાંજે 6 વાગ્યા દરમિયાન મહુવા તાલુકામા 3 ઈંચ અને અંબિકા તાલુકામાં પણ 3 ઈંચ જેટલો વરસાદ વર્ષયો હતો.ભારે વરસાદને લઈ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ઘણા સ્થળે પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.જેમાં અંબિકા તાલુકામાં વહેવલ ગામનો વહેવલ ખૂંટી ફળીયા રોડ પર પાણી ફરતા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને વાહનચાલકોએ અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો.ઉપરાંત મહુવરિયા ગામનો મહુવરિયા પટેલ ફળીયા ટુ લીંબડી ફળીયા ટુ કાંકરીમોરા રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો હતો.
જ્યારે મહુવા તાલુકાના નળધરા સરકાર ફળીયા ટુ બેઝિયા ફળીયા રોડ અને નળધરા વજેસિંગ ફળીયા થી કઢયા હનુમાન મંદિર રોડ અને નળધરા સરકાર ફળીયા રોડ પર વરસાદી પાણી ભરવાના પરિણામે માર્ગ બંધ થઈ ગયો હતો.માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, રસ્તાઓ પરથી પાણી ઉતરતાની સાથે જ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!