ધામખડી ગામની સીમમાં બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું નીપજ્યું કરૂણ મોત, બે ઈજાગ્રસ્ત

SHARE:

ધામખડી ગામની સીમમાં ગંભીર અકસ્માત:

પૂરઝડપે આવતી બાઇકે ટક્કર મારતા 1 નું મોત, 2 ઈજાગ્રસ્ત

​અનાવલ:સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ધામખડી ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સગ્રામપુરાથી વલવાડા તરફ જતા જાહેર રોડ પર એક મોટરસાઇકલ ચાલકે પોતાની બાઇક પૂરઝડપે અને ગહફલતભરી રીતે હંકારીને અન્ય બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 1 યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.
​મળતી વિગતો અનુસાર,ગત તારીખ 24/03/2026 ના રોજ રાત્રે આશરે 22:30 વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો.પુના ગામના આશ્રમ ફળિયામાં રહેતા 25 વર્ષીય પ્રતિકભાઈ કીશોરભાઈ પટેલ પોતાની યુનિકોર્ન મોટરસાઇકલ (નંબર: GJ-19-AR-8142) પર તેમના બે મિત્રો બ્રિજેશભાઈ રાજેશભાઈ પટેલ (ઉં.વ. 20) અને મિનેશભાઈ પ્રકાશભાઈ પટેલ (ઉં.વ. 25) સાથે પસાર થઈ રહ્યા હતા.​તે દરમિયાન, મહુવરીયા ગામના બેઝફળિયામાં રહેતો 21 વર્ષીય અક્ષયભાઈ રાકેશભાઈ પટેલ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ (નંબર: GJ-19-AD-9920) લઈને પૂરઝડપે આવી પહોંચ્યો હતો અને પ્રતિકભાઈની બાઇકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી દીધી હતી.
​આ ભયાનક અકસ્માતમાં યુનિકોર્ન બાઇક પર પાછળ બેઠેલા 25 વર્ષીય મિનેશભાઈ પટેલને જમણા પગે ફ્રેક્ચર તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી,જ્યારે બાઇક ચાલક પ્રતિકભાઈ અને વચ્ચે બેઠેલા બ્રિજેશભાઈને શરીરે તથા પગના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.બીજી તરફ, સ્પ્લેન્ડર બાઇક ચાલક અક્ષયભાઈ પટેલને જમણી આંખ,માથાના પાછળના ભાગે અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
​આ ઘટના અંગે પ્રતિકભાઈ પટેલની ફરિયાદના આધારે અનાવલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) – 2023 ની કલમ 281, 125(A), 125(B), 106(1) તથા એમ.વી. એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!