​🚨 સાવધાન! મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પરથી નીકળતા પહેલાં આ સમાચાર વાંચી લો… નહીંતર મુશ્કેલીમાં મુકાશો!

SHARE:

મહુવા વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર: અનાવલ સ્ટેટ હાઇવે પર કાછલ અને કરચેલીયા પાસે રસ્તો પાણીમાં ગરકાવ, વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ કરાયું

​મહુવા:મહુવા તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. મહુવામાં સાંજ સુધીમાં સાર્વત્રિક ૫ ઇંચ (૧૨૬ મીમી) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.મહુવા તાલુકાના નળધરા ગામે બે ગ્રામ રસ્તાઓ પાણીમાં ગરક થયા છે તો બીજી તરફ ​ભારે વરસાદના પરિણામે મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર આવેલા કાછલ તેમજ કરચેલીયા ગામ પાસે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.વાહનચાલકોની સલામતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટ્સ લગાવીને રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!