લાકડાં વીણવા ગયેલા યુવકને ઓલણ નદી ગળી ગઈ! મિત્રો જોતા રહ્યા ને ૨૧ વર્ષનો ઘનશ્યામ ઊંડા પાણીમાં વિલીન થયો

SHARE:

લાકડાં વીણવા ગયેલા યુવકને ઓલણ નદી ગળી ગઈ! મિત્રો જોતા રહ્યા ને ૨૧ વર્ષનો ઘનશ્યામ ઊંડા પાણીમાં વિલીન થયો

અંબિકા તાલુકાના ભોરિયા ગામે ઓલણ નદીમાં લાકડાં લેવા ગયેલો યુવક ડૂબ્યો, બારડોલી ફાયર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ

​અનાવલ (તા. અંબિકા, જી. સુરત):
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં એક ૨૧ વર્ષીય યુવક અચાનક ડૂબી જતાં લાપતા થયો છે. ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના ઊંડા પાણીમાં યુવકની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે.
​મળતી વિગતો અનુસાર, ભોરિયા ગામના પટેલ ફળિયામાં રહેતો ઘનશ્યામ નરેશભાઈ પટેલ (ઉં.વ. ૨૧) પોતાના મિત્રો રવિન્દ્રભાઈ દીપકભાઈ પટેલ અને હિતેશ દિનેશભાઈ પટેલ સાથે ઓલણ નદીના સામેના કિનારે બળતણના લાકડાં લેવા માટે ગયો હતો. લાકડાં એકઠા કરીને નદીના પાણીમાંથી પરત કિનારે આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.​આ બનાવ અંગે યુવકના ભાઈ કેયુરભાઈ પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.નદીમાં યુવક ડૂબ્યો હોવાનો કોલ મળતાં જ બારડોલી ફાયર ફાઇટર્સની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ હોવા છતાં યુવકનો કોઈ પત્તો સાંપડ્યો નહોતો.
​ગુમ થનાર યુવક ઘઉંવર્ણો વાન, મધ્યમ બાંધો, આશરે ૫.૪ ફૂટ ઊંચાઈ ધરાવે છે અને તેણે શરીરે કાળા રંગની ચડ્ડી (નીકર) પહેરેલી છે.અનાવલ પોલીસે આ મામલે જાણવા જોગ નોંધી આગળની તપાસ તથા શોધખોળની કામગીરી ચાલુ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!