Traffic Tail

ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ:

SHARE:

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬

ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું:

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ખાલી જગ્યાઓ માટેની પેટા ચૂંટણી-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૬/૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા.૨૮/૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર શહેર પોલીસ કમિશનરેટની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખી ચૂંટણીલક્ષી પ્રચાર કરી મિલ્કતને નુકશાન પહોંચાડવા પર, એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય રાજકીય પક્ષની સભામાં પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરવા પર તેમજ એક પક્ષ દ્વારા લગાવાયેલ પોસ્ટરને બીજા પક્ષ દ્વારા દૂર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
‘જાહેર મકાન’ શબ્દ પ્રયોગ મિલ્કત, ધોરીમાર્ગ, અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલા અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૩૦/૪/૨૦૨૬ સુધી કરાશે. અને તેનો ભંગ દંડનીય છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!