સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવાં પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું:
ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ખાલી જગ્યાઓ માટેની પેટા ચૂંટણી-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૬/૪/૨૦૨૬ના રોજ મતદાન અને તા.૨૮/૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે. જેને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર શહેર પોલીસ કમિશનરેટની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા જેવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ તા.૩૦/૪/૨૦૨૬ સુધી કરાશે. અને તેનો ભંગ દંડનીય છે.





