અનાવલ પંથકમાં દુઃખદ ઘટના: ઓલણ નદીમાંથી ભોરિયાના ૨૧ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો.

SHARE:

અનાવલ પંથકમાં દુઃખદ ઘટના: ઓલણ નદીમાંથી ભોરિયાના ૨૧ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામેથી પસાર થતી ઓલણ નદીના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું કરૂણ નીપજ્યું છે. ભોરિયા ગામના પટેલ ફળિયામાં રહેતા 21 વર્ષીય ઘનશ્યામભાઈ નરેશભાઈ પટેલ નામના યુવકનું નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે સોપો પડી ગયો છે અને પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.​બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ગઈકાલે તા. 27/08/2026ના રોજ બપોરના અરસામાં ઘનશ્યામ પટેલ તેના મિત્રો સાથે ઓલણ નદીના સામેના કિનારે બળતણ માટેના લાકડા લેવા માટે ગયો હતો. લાકડા એકત્ર કરીને ઓલણ નદીના પાણીમાંથી પરત કિનારે આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાણીના વહેણમાં ઘનશ્યામ પટેલ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. સાથી મિત્રોએ તેને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
​આ ઘટના અંગે તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડ તેમજ અનાવલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી બારડોલી ફાયર ટીમ અને સ્થાનિક કૂશળ તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ માટે ભારે મહેનત હાથ ધરવામાં આવી હતી.કલાકોની ભારે શોધખોળ બાદ આજે તા. 28/08/2026 ના રોજ ઓલણ નદીના પાણીમાંથી ઘનશ્યામ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો.
​ઘટના અંગે અનાવલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. હંસાબેન સુમનભાઈ તથા અ.હે.કો. અક્ષયભાઈ રમેશભાઈએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પંચનામું કરી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે મૃતકના ભાઈ કેયુરભાઈ નરેશભાઈ પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!