સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬:સુરત જિલ્લો
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે તાલુકાવાર ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્ત કરાયા.
સુરત જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તાલુકાવાર ચૂંટણી અધિકારીઓ(RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ(ARO) નિયુક્ત કરાયા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ ૧૦થી વધુ તાલુકાઓમાં જવાબદારીઓની વહેંચણી કરી દેવામાં આવી છે.
RO અને ARO ની નિમણૂક અંતર્ગત ચોર્યાસી તાલુકા માટે ચૂંટણી અધિકારી-કાર્યપાલક ઇજનેર બાંધકામ(પંચાયત) અને મદદનીશ ચૂં. અધિકારી-ચોર્યાસી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઈ છે. ઓલપાડ ખાતે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેક્ટર અને મદદનીશ અધિકારી તરીકે મામલતદાર તથા TDO સેવા આપશે. કામરેજ તાલુકામાં ચૂંટણી અધિકારી-નાયબ પશુપાલન નિયામક અને મદદનીશ અધિકારી- મામલતદાર તથા TDO કાર્યરત રહેશે.
તે જ રીતે, બારડોલીમાં ચૂંટણી અધિકારી-કાર્યપાલક ઇજનેર(મા.મ.) વિ.૨-સ્ટેટ(ગ્રામ્ય) અને મદદનીશ અધિકારી-મામલતદાર અને TDO, મહુવા-અંબિકામાં ચૂંટણી અધિકારી નાયબ DDO અને મદદનીશ અધિકારી તરીકે અન્ય બે મામલતદારો તેમજ TDO કાર્યરત આપશે. જ્યારે માંડવી-અરેઠ તાલુકા માટે નાયબ કલેક્ટર- ચૂંટણી અધિકારી તરીકે જ્યારે મદદનીશ તરીકે TDO તેમજ મામલતદાર ફરજ બજાવશે. આ ઉપરાંત માંગરોળમાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટ્રાર(સહકારી મંડળીઓ) જ્યારે મદદનીશ તરીકે મામલતદાર અને TDO કામગીરી કરશે.
પલસાણા તાલુકામાં ચૂંટણી અધિકારી તરીકે કાર્યપાલક ઈજનેર-કેનાલ જ્યારે મદદનીશ તરીકે મામલતદાર અને TDO ફરજ બજાવશે. ઉમરપાડામાં ચૂંટણી અધિકારી તરીકે કાર્યપાલક ઈજનેર સિંચાઈ પંચાયત તેમજ મદદનીશ અધિકારી તરીકે મામલતદાર અને TDOને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરી શકાય.
આ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આચારસંહિતાનું પાલન, મતદાર યાદીનું શુદ્ધિકરણ, મતદાન મથકોની સુવિધા અને ઈવીએમ(EVM) મેનેજમેન્ટ સહિતની કામગીરીનું સીધું નિરીક્ષણ કરી યોગદાન આપશે.




