Traffic Tail

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારની આખરી SIR મતદારયાદી પ્રસિદ્ધ કરી

SHARE:

ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ:SIR આખરી મતદારયાદી-૨૦૨૬

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારની આખરી SIR મતદારયાદી પ્રસિદ્ધ કરી

આખરી મતદારયાદીમાં હવે ૩૬,૩૯,૦૪૨ મતદારો, જેમાં ૧૮,૮૩,૩૮૧ પુરૂષ મતદારો અને ૧૭,૫૫,૫૬૮ સ્ત્રી મતદારો તથા ૯૩ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ

૧,૦૧,૫૭૮ નવા મતદારો ઉમેરાયા

જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની જેમ તા.૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ દ્વારા આખરી મતદારયાદી (ફાઈનલ રોલ) પ્રસિદ્ધ કરી હતી. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, મતદારયાદીના મુસુદ્દાની યાદી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હક્ક-દાવા રજુ કરવાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૧/૨૦૨૬ નક્કી કરવામાં આવ્યો હતો. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે નાગરિકો/મતદારો તરફથી રજૂ થયેલાં હક્ક-દાવા અને વાંધા અરજીઓનો સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમાનુસાર આખરી નિર્ણય કરીને આજે સુરત જિલ્લામાં સમાવિષ્ટ તમામ ૧૬ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે.
SIR ના ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારો છે. જેમાં નવા ૧,૦૧,૫૭૮ મતદારો નવા ઉમેરાયા છે. જયારે ૮૫,૭૩૪ મતદારો કમી થયા છે. આમ મતદારોની સંખ્યામાં નેટ ૧૫,૮૪૯ વધારો થયો છે. જેમાં ૧૮-૧૯ વર્ષ વયજૂથના ૨૧,૯૫૪ યુવાઓની, જ્યારે ૨૦-૨૯ વર્ષ વયજૂથના ૧૩,૧૦૫ નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે, જ્યારે આજે આખરી પ્રસિદ્ધ મતદાર યાદીમાં ૧૮,૮૩,૩૮૧ પુરુષ મતદારો અને ૧૭,૫૫,૫૬૮ સ્ત્રી મતદારો તથા ૯૩ ત્રીજી જાતિના મતદારો મળીને કુલ ૩૬,૩૯,૦૪૨ મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લા ચુંટણી અધિકારીએ કહ્યું કે, મતદાર યાદીની તા.૧૭/૨/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી આખરી પ્રસિદ્ધિ બાદ પણ તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા હોય પરંતુ આખરી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા બાકી રહેલ તમામ નાગરિકો “સતત સુધારણા (Continuous Updation)” હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે.
નોંધનીય છે કે, નવા ઉમેરાયેલા મતદારોને તેમના ઓળખકાર્ડ સ્પીડ પોસ્ટ મારફત તેમના ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે. મતદાર ફોટો ધરાવનાર મતદારનું નાંમ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકાશે. જેથી મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયુ હોવાની ચકાણસી કરી સર્વે નાગરિકો/મતદારોને અનુરોધ છે. પ્રવર્તમાન યાદીમાં નામો કમી કરવા, ફોટો/વિગતોમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજી કરી શકે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!