પીએમ-કિસાન યોજનાનો આગામી ૨૨મો હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર આઈડી અનિવાર્ય છે.

SHARE:

પીએમ-કિસાન યોજનાનો આગામી ૨૨મો હપ્તો મેળવવા ખેડૂતો માટે ફાર્મર આઈડી અનિવાર્ય છેઃ

કેન્દ્ર-રાજ્ય સરકારની કૃષિ યોજનાઓના લાભ સરળતાથી મેળવવા ખેડૂત ખાતેદારોએ સત્વરે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

કેન્દ્ર સરકારે ડિજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગ રૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જેમાં ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી તમામ ખેડૂતોના રજિસ્ટ્રેશન કરી દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી કૃષિ યોજનાઓનો લાભ તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.
કેન્દ્ર સરકારની PM કિસાન સન્માન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા તમામ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ છે. ફાર્મર રજિસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. ઉપરાંત ખેડૂત જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક થી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે. જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!