ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સાંબા ખાતે અંબિકા નદી પર રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પુલનું ભૂમિપૂજન

SHARE:

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે સાંબા ખાતે અંબિકા નદી પર રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પુલનું ભૂમિપૂજન

લોક આસ્થાના કેન્દ્ર એવા ઉમરા બ્રહ્મદેવ મંદિર અને આસપાસના વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે સાંબા ગામે અંબિકા નદીના ઓવારા પર રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૬૮ મીટર લાંબા પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંબિકા તાલુકાના વલવાડાથી રેલી સ્વરૂપે ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો, પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સાંબા ગામે અંબિકા નદીના તટે પહોંચી હતી, જ્યાં ધારાસભ્યશ્રીએ અંબિકા મૈયાના નીરનું ભાવપૂર્વક પૂજન અર્ચન પણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગત તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ વસરાઈ ખાતે યોજાયેલા આદિવાસી ઉદ્યોગ મેળા દરમિયાન આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પુલ કાર્યરત થવાથી ઉમરા બ્રહ્મદેવના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક ગ્રામજનોને આવાગમન માટે કાયમી સુવિધા પ્રાપ્ત થશે. અંબિકા નદી પરનો આ ૧૬૮ મીટર લાંબો પુલ આ વિસ્તારના પરિવહન અને પ્રવાસન માટે અતિ ઉપયોગી નીવડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!