Traffic Tail

સુરત ખાતે ‘વિશ્વ અકસ્માત સંભારણા દિવસ-૨૦૨૫’ અંતર્ગત માર્ગ અકસ્માતના ૧૨૬૩ મૃતકોને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

SHARE:

સુરત ખાતે ‘વિશ્વ અકસ્માત સંભારણા દિવસ-૨૦૨૫’ અંતર્ગત માર્ગ અકસ્માતના ૧૨૬૩ મૃતકોને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

દર વર્ષે વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને વિશ્વ અકસ્માત સંભારણા દિવસ (World Day of Remembrance for Road Traffic Victim’s) તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મૃતકોને સ્મૃત્તિમાં શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે લોકોને માર્ગ અકસ્માતો સામે જાગૃત્ત કરવામાં આવે છે. જેના ભાગરૂપે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ઉપક્રમે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સુરત શહેર-જિલ્લાના ૧૨૬૩ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મૃતકોના પરિવારજનોની ઉપસ્થિતિમાં મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી બે મૃતકોના આત્માની દિવ્ય શાંતિ માટે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મોમાયાએ અકસ્માતો ઘટાડવા માટે વાહનચાલકોને જાગૃત્ત થવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!