‘રેડ એલર્ટ’થી ગુજરાત ધ્રૂજ્યું: ૩૧ જુલાઈએ મેઘરાજા મુશળધાર ત્રાટકશે, સુરત સહિત ૯ જિલ્લામાં ભારે આફતની આગાહી!
રાજ્યમાં તા.૩૧ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
સુરત જિલ્લામાં રેડ એલર્ટ: પવનની ગતિ પણ વધુ રહેવાની શકયતાઓ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા.૩૧મી જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા જિલ્લાઓમાં ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.
સુરત જિલ્લા સહિત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન પવનની વેગ વધુ રહેવાની શકયતાઓ રહેલી છે. જેથી લોકોએ તકેદારીના પગલાઓ લેવા અનુરોધ છે.


