આંગલધરા ગામની ખાડી પાસે વીજ કરંટ લાગતા વાંસદાના ૩૦ વર્ષીય યુવકનું કરૂણ મોત ​

SHARE:

આંગલધરા ગામની ખાડી પાસે વીજ કરંટ લાગતા વાંસદાના ૩૦ વર્ષીય યુવકનું કરૂણ મોત

અનાવલ:
​મહુવા તાલુકાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મોજે-આંગલધરા ગામે ખાડીના પુલ પાસે વીજ કરંટ લાગવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
​મળતી વિગતો અનુસાર, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામના કાજીયા ફળિયામાં રહેતા વૈભવકુમાર સતીષભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૦ પોતાના મિત્રો સાથે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના આંગલધરા ગામે ખાડીના પુલ પાસે માછલી પકડવા માટે આવ્યા હતા.
​દરમિયાન, વૈભવકુમાર કુંદરતી હાજતે ગયા તે સમયે નજીકમાં આવેલા વીજ થાંભલામાંથી ડાબા હાથ પર તથા ડાબા પગના અંગૂઠા પાસે અચાનક વીજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગવાના કારણે તેઓ તુરંત જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.
​ઘટનાને પગલે ઉપસ્થિત લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે અનાવલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
​આ બનાવ અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!