ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ

SHARE:

ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ

ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના હાડકાના વોર્ડ અને મેડિસીન વિભાગમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી દીપકભાઈએ નવી સિવિલમાં દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એવા સેવાકીય હેતુ સાથે બ્લેન્કેટ અર્પણ કર્યા હતા. શ્રી ઇજારદાર દ્વારા નવી સિવિલમાં રૂ.૪.૫૦ લાખનું અદ્યતન ઈ.સી.જી. મશીન પણ અર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ધરિત્રી પરમાર, ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સર્વશ્રી સ્ટેફી મેકવાન અને નીરજા પટેલ, નર્સિંગ એસો.ની ટીમના અશ્વિન પંડ્યા, બિપીન મેકવાન, વિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!