​શું તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો? આદિજાતિ વિકાસ વિભાગ લાવ્યું છે એક શાનદાર તક!

SHARE:

રાજ્યના આદિજાતી યુવાનોને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનવાની તક આપતી આદિજાતિ વિકાસ વિભાગની સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના:
——-
વ્યવસાયની જરૂરિયાત મુજબ માત્ર ૬% ના વાર્ષિક વ્યાજના દરે રૂ.૫૦ હજારથી રૂ.૫ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર

સુરત:બુધવાર: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના આદિજાતિ સમુદાયના યુવાનોને આર્થિક રીતે પગભર બનાવવા અને તેમને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે ‘સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના’ અમલમાં છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે યુવાનોને સ્વનિર્ભર બનાવીને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થવાનો છે. આ યોજના આર્થિક રીતે પછાત કૌશલ્ય ધરાવતા આદિજાતિ યુવાનોને આર્થિક રીતે પગભર કરીને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનવાની તક પૂરી પાડે છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ:
• આર્થિક સહાય: આ યોજના હેઠળ આદિજાતિના બેરોજગાર યુવાનો પોતાના વ્યવસાયની જરૂરિયાત મુજબ રૂ. ૫૦ હજારથી રૂ.૫ લાખ સુધીનું ધિરાણ મેળવી શકે છે.
• સસ્તું વ્યાજ દર: આ લોન માત્ર ૬% ના વાર્ષિક વ્યાજના દરે ઉપલબ્ધ છે, જે યુવાનો પર આર્થિક બોજ ઘટાડવામાં મદદરૂપ થશે.

પાત્રતાના માપદંડ:
૧૮ થી ૫૫ વર્ષની વચ્ચેના અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ તેમજ શહેરી વિસ્તાર માટે રૂ .૧.૫૦ લાખ થી વધુ ન હોવી જોઇએ. અને અરજદાર કે જેઓ વ્યવસાય શરૂ કરવા માંગે છે તે અંગેનો સંબંધિત અનુભવ અથવા કૌશલ્ય ધરાવતા હોવા આવશ્યક છે.

*જરૂરી દસ્તાવેજ અને અરજી:*
અરજદારે સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરેલ આદિજાતિ(SC/ST/OBC – નિયમ મુજબ) હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. રસ અને પાત્રતા ધરાવતા યુવાનો આ યોજના અંગેની વધુ માહિતી, નિયમો અને ઓનલાઇન અરજી માટે નિગમની સત્તાવાર વેબસાઇટ https://adijatinigam.gujarat.gov.in/swajano-dhiran-yojana ની મુલાકાત લઈ શકે છે.
ગુજરાત સરકાર આદિજાતિના યુવાનોના સશક્તિકરણ માટે કટિબદ્ધ છે અને આ યોજના તેમને પોતાના સપના સાકાર કરવા માટે એક સુવર્ણ તક પૂરી પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!