કરચેલીયા આઇટીઆઇ ખાતે પદવીદાન કાર્યક્રમ યોજાયો

સુરત-મહુવા : મહુવા તાલુકાના કરચેલીયા આઇટીઆઇ ખાતે પદવીદાન કાર્યક્રમ યોજાયો
મહુવા તાલુકાના કરચેલીયા ખાતે આવેલ આઈટીઆઈમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે પદવીદાન સમારોહ યોજાયો જેમાં આઈટીઆઈ મા પ્રથમ સ્થાને આવેલ તાલીમાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે વર્ષ દરમ્યાન થયેલ સ્કિલ કોમ્પિટિશન અને સ્પોર્ટ્સ વીક મા વિજેતા તાલીમાર્થીઓને પણ પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા.
પદવીદાન કાર્યક્રમ માં ઉપસ્થિત આઈટીઆઈ ના તાલીમાર્થીઓને આ સિધ્ધિ બદલ અભિનંદન ની સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.કાર્યક્રમનું આયોજન આઈટીઆઈ ના આચાર્ય એન.એસ.પટેલ તથા સ્ટાફના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.





