Traffic Tail

મહુવા તરસાડી ઇન્ડ.એસ્ટેટમાં 30 બેગ યુરિયા ઝડપાયું,સીલ કરવા જતાં માત્ર 3 બેગ મળી.

SHARE:

મહુવા તરસાડી ઇન્ડ.એસ્ટેટમાં 30 બેગ યુરિયા ઝડપાયું,સીલ કરવા જતાં માત્ર 3 બેગ મળી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના તરસાડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ શ્રી રામ રેઝિન્સ પ્રા. લી. નામની ફેક્ટરી માં ખેતી ન ઉપયોગ માં લેવાતું નીમ કોટેડ યુરિયા ખાતર ઔધ્યોગિક હેતુ માટે વપરાતું હોવાની જાણ સાથે સુરત નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીના મહુવા વિભાગના ખેતી અધિકારી રવિરાજ બલદાણીયા દ્વારા તરસાડીના સાઈકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેડ કરાઈ હતી. સોલિડ પોલીમર બનાવતી ફેકટરીમાં હાજર એન્જીનયરિંગ ઇન્ચાર્જ મેહુલ પટેલને હાજર રાખી ફેક્ટરીની અંદર આવેલા સ્ટોરેજ હાઉસમાં તપાસ કરતા ઔદ્યોગિક ઉપયોગ માટેના લેબલ વાળી યુરિયા ખાતરની 30 બેગ મળી આવી હતી.જથ્થાનું બીલ મંગાવતા ટેક્સ સાથેના રૂ. 67 હજારનું બીલ બતાવાયું હતું. આમ છતાં શંકા જતા જોવા મળેલા જથ્થાના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.લેબોરેટરી ટેસ્ટમાં સેમ્પલો નિમ કોટેડ યુરિયા ખાતરના નીકળતા ખેતી અધિકારીની ટીમ જથ્થો સિલ કરવા ગઈ હતી.આ સમયે 30 બેગો પૈકીની ખાતરની 27 બેગ ગુમ જણાઈ હતી. જ્યારે અધિકારીને સ્થળ ઉપર માત્ર 3 બેગનો જથ્થો મળ્યો હતો. ફેકટરીના માલિકને પૂછતાં તેણે જથ્થો તેની ફેકટરીની ઉત્પાદક પ્રક્રિયામાં વાપર્યો હોવાનું જણાવ્યું હતું. ખેતી અધિકારી રવિરાજ બલદાણીયાએ ખાતર નિયંત્રણ હુકમ 1985 ની જોગવાઈ હેઠળની વિવિધ કલમો મુજબ શ્રીરામ રેઝિન્સ પ્રા.લી ના માલિક રાજેન્દ્રભાઈ તથા જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ (212 જીવનદીપ કોમ્પ્લેક્ષ, રીંગરોડ, સુરત) મળી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ ચાલુ કરી છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!