મહુવા મસ્જિદ ટ્રસ્ટના વહીવટ વિવાદ કેસમાં વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓને દૂર કરાયા, કેરટેકર નિમાયા
-ટ્રસ્ટના વહીવટ સામે વાંધો ઉઠાવી મસ્જિદના ટ્ર્સ્ટીએ ફરિયાદ કરી હતી
THE SATYAMEV NEWS
સુરત જિલ્લાના મુહવામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ગેરવહીવટ કરાતો હોવાના આક્ષેપો સાથે મસ્જિદના એક ટ્રસ્ટી મારફત ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ 2023માં દાખલ કરાયેલા કેસમાં બે વર્ષની સુનાવણીના અંતે હુકમ જારી કરવામાં આવ્યો છે.જેમાં મસ્જિદ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને દૂર કરી 6 માસની મુદ્દ માટે કેરટેકરની નિમણૂંક કરવાનો આદેશ કરાયો છે.આ સાથે કેરટેકર પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.
ગત 23 ઓગષ્ટ 2023ના રોજ મહુવા મસ્જિદ ટ્રસ્ટમાં થયેલ ગેરવહીવટ બાબતેના વિષયે ટ્રસ્ટી મંડળના જ એક અરજદાર ટ્રસ્ટી નુરમોહમદ શેખ દ્વારા મહુવા મુસ્લિમ સાર્વજનિક ટ્રસ્ટમાં થતાં ગેરવહીવટ અ્ન્વયે રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં સામાવાળાઓ સામે અરજદારે 4 મુદ્દાની ગંભીર રજૂઆતો બોર્ડને કરી હતી.જેની સામે વકફ બોર્ડે 16 ઓક્ટોબર 2023ના રોજ નોટિસ આપી દિન 7માં જવાબ રજૂ કરવા તાકીદ કરાતાં સામાવાળા ટ્ર્સ્ટીઓએ અરજદારની રજઆતો સામે બોર્ડ સમક્ષ જવાબો રજૂ કરાયા હતા.આ કેસમાં વખતો વખત સુનાવણી હાથ ધરાવામાં આવી હતી.આ મામલે હાલે 31 જુલાઇ 2025ના રોજ બેઠકમાં ઠરાવ નં. 03- (B)થી મૂકવામાં આવતાં ચર્ચા વિચારણા અને આ કામની હકીકત જોતાં આ સંસ્થાના ટ્ર્સ્ટીઓ વચ્ચે મતભેદ હોવા જણાઇ આવે છે તેવું વકફ બોર્ડે કહ્યું છે.જે ટ્ર્સ્ટ માટે ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે ઉપરાંત ટ્રસ્ટને આર્થિક નુકસાન પણ થઇ શકે છે તેવા આકલન સાથે બોર્ડ દ્વારા વખતો વખત સુનાવણી હાથ ધરાઇ હતી.વકફ બોર્ડ દ્વારા પુખ્ત વિચારણાના અંતે સદરહુ વકફમા ફેરફાર રિપોર્ટ તેમજ તેની સામે થયેલી વાંધા અરજી તેમજ કલમ 70 હેઠળ થયેલ અરજીને દફતરે કરી કેરટેકરની નિમણૂંક કરી નવો ફેરફાર રિપોર્ટ રજૂ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.જેમાં વકફ અધિનિયમ 1995 હેઠળ તમામ ટ્રસ્ટીઓને દૂર કરી સુફિયાન બશીરુલહક ડેગીયાની કેરટેકર તરીકે 06 માસ માટે માનદ સેવાથી નિમણૂંક કરતો હુકમ કરાયો છે.આ સાથે સંસ્થાના વહીવટ અંગેના હિસાબો તૈયાર કરાવીને અત્રે રજૂ કરવા અ્ને વહીવટ અંગેની ચકાસણી કરવા તાકીદ કરવામાં આવી છે. જેમાં તમામ પક્ષકારોએ સંપૂર્ણ સહકાર આપવા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.






