પૂર્ણાં નદીમાંથી યુવાન ની લાશ મળી

SHARE:

પૂર્ણાં નદીમાંથી યુવાન ની લાશ મળી

અનાવલ : મહુવા તાલુકાના શંકરતલાવડી ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણાં નદીમાંથી આશરે 40 થી 45 વર્ષીય યુવાનનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાલુકાના શંકરતલાવડી ગામની સીમમાંથી પૂર્વથી પશ્ચિમ દિશામાં પસાર થતી પૂર્ણાં નદીમાં બનાવેલ ચેકડેમના ઊંડા પાણીમાંથી આશરે 40 થી 45 વર્ષીય અજાણ્યા પુરુષ ઇસમનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મરનાર ઇસમના મૃતદેહનો કબ્જો લઈ તેની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!