ટેક હોમ રાશન અને મિલેટ માંથી બનતી વિવિધ વાનગી પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પુના આશ્રમ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો.
પોષણ ઉત્સવ 2025 એટલે સુપોષિત ગુજરાત માટેનું અભૂતપૂર્વ અભિયાન.(વલવાડા સેજાના મુખ્ય સેવીકા:-નિકિતા.કે.પટેલ.)

સુરત,મહુવા:- સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં છેવાડાના નાગરિક સુધી પોષણનું મહત્વ પહોંચે તેમજ “શ્રી અન્ન” એટલે કે જાડા ધાન્ય રાગી,બાજરી,જુવાર નો રોજ બેરોજના જીવનમાં ખોરાકમાં વધુમાં વધુ ઉપયોગ થાય એવા સંકલ્પ સાથે મહુવા તાલુકાના મહુવા ઘટક-૨ ના વલવાડા સેજાનો કાર્યક્રમ પુના આશ્રમશાળા ખાતે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ.એ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ સ્પર્ધામાં કુલ 30 જેટલી આંગણવાડીની બહેનો એ ભાગ લીધો હતો.જેમાં
મિલેટમાંથી બનાવેલી વાનગીમાં પ્રથમ નંબર વલવાડા-૩ ઇટલી પીઝા,બીજો નંબર સાંબા-2 સરગવાની ભાજી,ત્રીજો નંબર પુના-૨ મિલેટ ઘુટો જ્યારે THR માંથી બનાવેલ વાનગીઓમાં વલવાડા-૧ પૂર્ણાં શક્તિ બિસ્કિટ, બુટવાડા-૧ માતૃશક્તિમાંથી હાંડવો,સાંબા-૪ બાલશક્તિ કેક વિજેતા બન્યા હતા જેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગામના સરપંચ રેખાબેન સહિત આજુબાજુ ગામના સરપંચો,દૂધ મંડળી ના પ્રમુખો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલવાડા સેજાના મુખ્યસેવીકા નિકિતા.કે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





