Traffic Tail

માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે

SHARE:

માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો- ૨૦૨૫

અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજિત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી

માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે

સુરત સહિત અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચના ૫૧ મહિલા મૂર્તિકારોએ તૈયાર કરેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘરઆંગણે ખરીદવાની તક

માટીની મૂર્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને મહિલા સશક્તિકરણ માટે એક પ્રેરણાદાયક પહેલ

ગત વર્ષે માટી મૂર્તિ મેળામાં કુલ રૂ. ૧,૦૦,૩૦,૫૯૬થી વધુનું વેચાણ

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા જોગાણીનગર પાર્ટી પ્લોટ, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, અડાજણ ખાતે ‘માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો- ૨૦૨૫’ને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. સુરત સહિત અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચના ૫૧ મહિલા મૂર્તિકારોએ તૈયાર કરેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની વિવિધ પ્રતિમાઓ ઘરઆંગણે ખરીદવાની સુવર્ણ તક છે. માટીની મૂર્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને મહિલા સશક્તિકરણ માટે એક પ્રેરણાદાયક પહેલરૂપ આ માટી મૂર્તિ મેળો તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી બપોરેના ૦૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.
આ પ્રસંગે મેયરશ્રીએ જળ-જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે. સખીમંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે. સ્કીલ ડેવલપમેન્ટ થકી આર્થિક ઉપાર્જન કરી પગભર થાય અને સરકારશ્રીના સ્વચ્છતા અભિયાન ઝુંબેશને બળ મળશે. સાથે ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખીમંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે.
સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લેડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. ગત વર્ષે સુરતના અડાજણ સ્થિત યોજાયેલ માટી મૂર્તિ મેળામાં રૂ. ૧,૦૦,૩૦,૫૯૬થી વધુનું કુલ વેચાણ થયું હતું. આ ઉપરાંત, જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકસાનકારક બને છે, જેથી શહેરીજનોએ પ્રદૂષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા સહિત વિવિધ શહેરના મહિલા મૂર્તિકારો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!