સુરત જિલ્લાના ૧૪થી ૨૯ વર્ષના અનુસુચિત જનજાતિનાં યુવક-યુવતિઓ માટે લોકનૃત્ય/લોકવાદ્ય તાલીમ શિબિર યોજાશે
શિબિરાર્થીઓને વિવિધ તજજ્ઞો દ્વારા અનુ. જનજાતિની સંસ્કૃતિની સાથે લોકનૃત્ય અને લોકવાદ્યથી માહિતગાર કરાશે
ભાગ લેવા ઈચ્છુક કલાકારોએ તા.૨૫ ઓગષ્ટ સુધીમાં આધરકાર્ડ સાથે અરજી કરવી
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરત ગ્રામ્ય દ્વારા ચાલુ વર્ષે સુરત જિલ્લાના ૧૪થી ૨૯ વર્ષની વય સુધીના અનુસુચિત જનજાતિના યુવક-યુવતિઓ માટે સાંસ્કૃતિક લોકનૃત્ય/લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન કરાશે. મહત્તમ ૩૦ શિબિરાર્થીની સંખ્યામાં વધુમાં વધુ ૦૭ દિવસ માટે આ શિબિર યોજાશે. જેમાં શિબિરાર્થીઓને વિવિધ તજજ્ઞો દ્વારા અનુ. જનજાતિની સંસ્કૃતિની સાથે લોકનૃત્ય અને લોકવાદ્યથી માહિતગાર કરાશે.
શિબિરમાં ભાગ લેવા ઈચ્છૂક કલાકારોએ તા.૨૫/૮/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત કચેરી ખાતે આધારકાર્ડ અને લેખિત અરજી સાથેના પ્રવેશપત્રો જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.






