Traffic Tail

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોને તા.૧ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ

SHARE:

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોને તા.૧ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ:

સામાન્ય, અનુ.જાતિ અને અનુ. જનજાતિના બાગાયતી ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયતી ખેતી કરતા સામાન્ય, અનુ. જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતો, FPO તથા સંસ્થાકીય અરજદારો ઓનલાઈન અરજી કરી બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતી, આંબા તથા જામફળ, પપૈયા, કેળ(ટીસ્યુ) –ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ- ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળના વાવેતર સહાય, ટિસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેંટ કાર્યક્રમ, ક્રોપ કવર(શાકભાજી), ક્રોપ કવર (કેળ/પૈપયા), કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, નાની નર્સરી (૦.૪૦ થી ૧.૦૦ હે), ફામ ગેટ પેકહાઉસ, પ્રી-કુલીંગ યુનિટ, કોલ્ડ રૂમ, નોન પ્રેશરાઈઝડ રાઈપનીંગ ચેમ્બર CS-3, ઔષધિય પાક, સોલર ક્રોપ ડ્રાયર, મુલ્યવર્ધન માટે સેકેન્ડરી પ્રોસેસીંગ યુનિટ, રાજ્યમાં જુથ/ગ્રામ્ય કક્ષાએ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના સહિતના ઘટકો માટે http://www.ikhedut.gujarat.gov.in/ પર અરજી કરી શકાશે. અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લેવી. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવા.
વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮, પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!