સણવલ્લા નજીક રીક્ષા અડફેટે સાયકલ સવારનું મોત.

SHARE:

સણવલ્લા નજીક રીક્ષા અડફેટે સાયકલ સવારનું મોત.


અંબિકા તાલુકાના સણવલ્લા ગામના જાહેર રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટાંકલથી સણવલ્લા જતા રોડ પર આવેલ આનંદ ચિકન પાસે, એક અજાણ્યા રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જઈ રહેલા સાયકલ સવાર વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં સાયકલ સવાર રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને કપાળના ભાગે તેમજ માથાની પાછળ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.આ અંગે મૃતકના પુત્ર દિવ્યેશભાઇ મોહનભાઇ પટેલ (રહે. સરૈયા ગામ, ચીખલી) એ અનાવલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષા ( GJ-05-DT-1356) ના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!