Traffic Tail

ગુજરાતભરમાં આવતીકાલ તા. ૨૯ મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

SHARE:

ગુજરાતભરમાં આવતીકાલ તા. ૨૯ મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ઓપરેશન સિંદૂરની વિગતે આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે

સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ, સ્મીમેર હોસ્પીટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા, સુરત ખાતે તેમજ કાકરાપાર એટમીક પાવર સ્ટેશન, તા.માંડવી, જી. સુરત ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશેઃ

સાંજના ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત સુરતમાં પણ આવતીકાલ તા.૨૯ મે, ગુરુવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.
ઓપરેશન સિંદૂરની વિગતે દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે. આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઈન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે.

સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ, સ્મીમેર હોસ્પીટલની બાજુમાં, બોમ્બે માર્કેટની સામે, ઉમરવાડા, સુરત ખાતે તેમજ કાકરાપાર એટમીક પાવર સ્ટેશન, તા.માંડવી, જી. સુરત ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે:જયારે ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન સમગ્ર શહેર-જિલ્લામાં બ્લેક(અંધાર પટ) કરાશે જેમાં સૌ શહેરીજનોને સહયોગ આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ડ્રિલ સમયે કોઈ પણ સહાય મેળવવા તથા સાચી માહિતી મેળવવા (૧) સુરત શહેર પોલીસ કંન્ટ્રોલ રૂમ : ૦૨૬૧-૨૨૪૧૩૦૧ (૨) સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમ : ૦૨૬૧૨૬૫૧૮૪૦ (૩) જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નં ૦૨૬૧-૨૬૬૩૨૦૦, ૨૬૬૩૬૦૦ નો સંપર્ક કરવો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!