કરચેલીયા ખાતે શિવકથામાં 11 લાખ રુદ્રાક્ષના 15 ફૂટ ઉંચા શિવલિંગના દર્શન અને કથા શ્રવણ કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.
સુરત,મહુવા:-સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ખાતે આવેલ જગદીશશ્વર મહાદેવ અને જોગણી માતાના 25 માં પાટોત્સવ પ્રસંગે મહા શિવકથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શિવકથામાં અતિ આકર્ષણ સાથે 11 લાખ રુદ્રાક્ષ માંથી 15 ફૂટ ઉંચુ શિવલિંગ બનાવવામાં આવ્યું જે શિવલિંગ ના દર્શનાર્થે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા પધાર્યા હતા તેમજ શિવકથા નું શ્રવણ કર્યું હતું.ધારાસભ્ય ની ઉપસ્થિતિ પ્રસંગે ગામના સરપંચ કેયુર પટેલ સહિત અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.






