સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- હજીરા ખાતે વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવાની તક: તા.૩૦ જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- હજીરામાં વિવિધ ટ્રેડો જેવા કે ફીટર, વેલ્ડર, ઇલેક્ટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ), મિકેનીક ડિઝલમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઇન રજિસ્ટ્રેશન ફી ભરવાની, ચોઇસ ફિલીંગ કરવાની પ્રક્રિયા તા.૩૦-૦૬-૨૦૨૫ સુધી શરૂ છે. પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે હજીરા-ITI (મોરા ત્રણ રસ્તા પાસે, મોરા ગામ)માં રૂબરૂ ઉપસ્થિત રહેવા તેમજ વધુ જાણકારી માટે સંસ્થાનો સત્વરે સંપર્ક કરવા હજીરા ITIની યાદીમાં જણાવાયું છે.






