તા.૨૨ ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈ-વે નં.૪૮ પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા ભારે વાહનો માટે રોડ ડાયવર્ઝન.

SHARE:

તા.૨૨ ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈ-વે નં.૪૮ પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા ભારે વાહનો માટે રોડ ડાયવર્ઝન.
તા.૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત વાંસી-બોરસી ખાતે ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ખાતમુહુર્ત તથા જાહેર સભામાં તેમજ માંડવી જિલ્લા ખાતેના કાકરાપાર ખાતે અણુમથક પ્લાનટની મુલાકાત લેવાના હોય ટ્રાફિક નિયમન જળવાય રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારી દ્વારા રુટ ડાયવર્ઝનનું જાહેરણમુ પ્રસિધ્ધ કરાયું છે. જે અનુસાર તા.૨૨/૦૨/૨૦૨૪ ના ૧૧/૦૦ કલાક થી ક.૨૦/૦૦ કલાક સુધી નેશનલ હાઈ-વે નં.૪૮ પલસાણાથી ભાટીયા ટોલટેક્સથી હજીરા તરફ આવતા તમામ ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, રાજ હોટેલ થઈ વેલંજા ચોકડી થઈ સાયણ ચેકપોસ્ટ થઈ ONGC ચાર રસ્તાથી હજીરા તરફ ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામું આવશ્યક સેવાના વાહનો, ઈમરજન્સી સેવાઓ, આરોગ્ય વિષયક સેવાઓને લગતા, સરકારી વાહનો તેમજ સરકારી કામ માટે આવન-જાવન કરતા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!