મહુવા તાલુકા પંચાયતના આયોજન માં ગ્રાન્ટ ફાળવણી માં અન્યાય સાથેના આક્ષેપો સાથે તા.પ.સભ્ય નું આંદોલન
મહુવા :- મહુવા તાલુકા પંચાયત ના આયોજન માં ભેદભાવ ની નીતિ અપનાવી ગ્રાન્ટ ફાળવવા મુદ્દે શેખપુર તાલુકા પંચાયત બેઠક ને અન્યાય કરવામાં આવ્યો ના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સભ્ય આમરણાંત ઉપવાસ બેસી આંદોલન છેડ્યું હતું.
સતત વિવાદોમાં ઘેરાતી રહેતી મહુવા તાલુકા પંચાયત પર વિવાદોનું ભૂત પીછો છોડતું નથી ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહુવા તાલુકા પંચાયત મહુવા તાલુકામાં વર્ષ 2024/25 નું 15 માં નાણાં પંચની તાલુકા કક્ષાની ગ્રાન્ટના આયોજનમાં શેખપુર ની તાલુકા પંચાયત ની બેઠક પર ગ્રાન્ટ ફાળવવા બાબતે થયેલ અન્યાય ના આક્ષેપો સાથે શેખપુર તાલુકા પંચાયત સીટના ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા.
જો કે ત્યારબાદ વિવાદ વધુ વકરે તે પહેલાં જ મહુવા પોલીસ દ્વારા તાલુકા પંચાયત સભ્યને ડીટેઈન કરી દીધા હતા.જો કે ત્યારબાદ પણ પરિમલ પટેલ દ્વારા ઉપવાસ ચાલુ જ રાખવામાં આવ્યા હતા.ત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો તો તાલુકા પંચાયતના વહીવટ સામે આંગળી ચીંધાવા પામી છે.





