જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા એક જ પખવાડિયામાં ૧૦૬૦ આવાસો પૂર્ણ કરવાની સિદ્ધિ
એક જ પખવાડીયામાં ૧૦૦૦ લાભાર્થીઓને બીજા હપ્તો તથા ૧૫૦૦ લાભાર્થીઓને ત્રીજા હપ્તાનું ચુકવણું કરાયું
ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી(DRDA)-સુરત દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરાઇ રહી છે. DRDAએ માત્ર એક જ પખવાડિયામાં ૧૦૬૦ આવાસો પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી છે.
સમગ્ર દેશમાં ગત તા.૧૦મી ફેબ્રુ.એ ઉજવાયેલા આવાસોત્સવ અંતર્ગત સુરત જિલ્લામાં કુલ ૬૧૫૦ આવાસોનું વડાપ્રધાનશ્રીએ ઈ-લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું હતું. લક્ષ્યાંક મુજબના તમામ આવાસો ઝુંબેશ રૂપે પૂર્ણ કરવા પખવાડીયામાં જ વહીવટીતંત્ર દ્વારા ૧૦૬૦ આવાસો પૂર્ણ કરાયા છે. સાથે જ એક જ પખવાડીયામાં ૧૦૦૦ લાભાર્થીઓને બીજા હપ્તો તથા ૧૫૦૦ લાભાર્થીઓને ત્રીજા હપ્તાનું ચુકવણું કરાયું છે. ૧૦૬૦ આવાસો પૂર્ણ કરવાની સાથે જ બાકી આવાસો પણ સમયસર પૂર્ણ કરાવવા જિલ્લા પંચાયત તંત્ર કટિબદ્ધતાથી કાર્યરત છે.





