મહુવા : મહુવા તાલુકામાં સરકારી કચેરી કે સરકારી મિલકત પર ભાજપના (કમળના ફૂલ ) ના દોરવામાં આવેલ ચિત્રો દૂર કરવા મહુવા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મામલતદારશ્રી ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
મહુવા તાલુકા પંચાયતના સદસ્ય પરિમલ પટેલ દ્વારા મામલતદાર મહુવા ને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે મહુવા તાલુકામાં ભાજપ પાર્ટી દ્વારા કમળના ફૂલો દોરવામાં આવી રહ્યા છે .પરંતુ આ ચિત્રો ઘણી જગ્યાએ સરકારી મિલકત જેવી કે લાઇબ્રેરી ,આંગણવાડી ,શાળાઓની દીવાલો પર દોરવામાં આવ્યા છે. સરકારી મિલકત ને નુકશાન કરવામાં આવ્યું હોય તાત્કાલિક ધોરણે આ ચિત્રો દૂર કરવા ની રજૂઆત કરવામાં આવી હતી.
હાલ તો આ મુદ્દે મામલતદાર મહુવા શું નિર્ણય કરે એ જોવું રહ્યું !





