મહુવા તાલુકામાં ઠેરઠેર રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના વધામણાં.

SHARE:

મહુવા તાલુકામાં ઠેરઠેર રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના વધામણાં.

પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સમગ્ર મહુવા તાલુકો રામ ભક્તિમય વાતાવરણ મગ્ન બનેલો જોવા મળ્યો હતો તાલુકાના મહુવા,કરચેલીયા, વાંસકુઈ,વલવાડા,અનાવલ સહિતના મોટે ભાગના ગામોમાં સવારથી જ રામ ધૂન,યજ્ઞ,ભક્તિફેરી,વાજા વાજિંત્રો સાથે રેલીથી મહુવા તાલુકો પણ આજે અયોધ્યા ભૂમિમાં પરિવર્તિત થતો નજરે પડ્યો હતો.તો બીજી તરફ વેપારીઓ દ્વારા તમામ દુકાનો બંધ રાખી પ્રભુ શ્રી રામ ભક્તિમાં જોડાયા હતા.ઠેરઠેર ઉજવાય રહેલા દિવાળી જેવા તહેવાર નો માહોલ તો બીજી તરફ રામાયણ સિરિયલ ની યાદ અપાવતા રોડ રસ્તાઓ પણ જોવા મળ્યા હતા.મહુવા સુગરમિલના મજૂરોના ટેન્ટ પર પણ રામ ધ્વજ જોવા મળ્યા હતા તો દેશ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન હોય ત્યારે નાના બાળકો પણ જય શ્રી રામ ના નારા સાથે જોવા મળ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આહવાન બાદ સંધ્યા ટાઈમ પણ દીપ પ્રાગટય સાથે દિવાળી જેવો માહોલમાં જોવા મળ્યો હતો.આજની તારીખ હરેક રામ ભક્તોમાં યાદગાર ક્ષણ તરીકે અંકિત થઈ ગઈ છે ત્યારે સમગ્ર મહુવા તાલુકામાં એક હી નારા એક હી નામ ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું વાતાવરણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!