નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઈચ્છાપોર ખાતે ‘યુવા સપ્તાહ’ની ઉજવણીનાં ભાગરૂપે મોક ડ્રીલ યોજાઇ

SHARE:

નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઈચ્છાપોર ખાતે ‘યુવા સપ્તાહ’ની ઉજવણીનાં ભાગરૂપે મોક ડ્રીલ યોજાઇ
નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઇચછાપોર સ્થિત શારદા વિદ્યાલય ખાતે ‘યુવા સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં ફાયર અને પોલીસ વિભાગ તેમજ ૧૦૮ના કર્મચારીઓ દ્વારા પ્રદર્શન સાથે યુવાઓને ઇમરજન્સીમાં વપરાતા વાહનોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેથી જરૂર પડ્યે સંકટના સમયે તેઓ પોતાની સૂઝબૂઝ અને જ્ઞાનનો ઉપયોગ કરી અન્યોને મદદરૂપ થઈ શકે.
આ કાર્યક્રમમા જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, સંચાલક મનોજ ભાઈ, શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો તેમજ ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ સહિત ૧૫૦થી વધુ લોકો હજાર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!