રમતોત્સવ: કરચેલિયા સરકારી આઈ.ટી.આઈ ખાતે રમતોત્સવનું આયોજન, મોબાઈલ યુગમાં જૂની રમતો રમી વિદ્યાર્થીઓ થયા ખુશ
મોબાઈલ યુગમાં યુવાનો શાળા કોલેજોમાં રમતો રમતા વિધાર્થીઓની રમતો ઓછી થઇ જતા અન્ય શારીરિક રોગો યુવાની કાળમાં ઘર કરતા હોય શાળા કોલેજો હવે ફરજીયાત રમતોત્સવનું આયોજન કરે છે. ત્યારે શિયાળુ સત્ર દરમ્યાન મહુવા તાલુકાના કરચેલિયા સરકારી આઈટીઆઈ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈના આચાર્યશ્રી એન.એસ.પટેલ તેમજ ફોરમેન ઇન્સ્ટ.પી.જી.પટેલ આઈટીઆઈના તમામ ઇન્સ્ટ્કર અને નૉંટીચિંગ તમામ સ્ટાફ દ્વારા એક સપ્તાહ સુધી રાષ્ટ્રીય યુવા દિન ના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આઇટીઆઇ ના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરચેલિયા આઇટીઆઈ ખાતે એક સપ્તાહ સુધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવી હતી જેમાં ક્રિકેટ,વોલીબોલ,જેવી તો સાથોસાથ કેરમ,ચેસ તો ગિલ્લી દંડા, લીંબુ ચમચી,સતોડિયું જેવી પ્રાચીન પણ રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને તેમના કૌશલ્ય ને બહાર લાવવા માટે વિદ્યાર્થીઓ એ ઉમળકાભેર ભાગ લેતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.રમતગમત માં વિજેતાઓ ખેલાડીઓને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.





