” ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ વસરાઈ ખાતે રમાઈ “
વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું.
ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદા નાશ્રેષ્ઠ દસ ટીમ ના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષા નું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર સ્વિમિંગ માં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકા નું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામ માંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનો ને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવા માં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભા નું સન્માન થયું હતું.
ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીનીટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયર ને પ્રોત્સાહિત કરવા આ વિસ્તાર નાં આગેવાનો શ્રી રાકેશભાઈ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ પટેલ સુ. ફે. ડીરેકટ શ્રીયોગેશ ભાઈ ગરાસિયા શ્રીમતી રીંકલ બેન સરપંચ શ્રી દિશા ધોડિયા સમાજ નાપ્રમુખ શ્રી કમલેશ ભાઈ તેમજ સમાજ ના આગેવાનોહાજર રહ્યા હતાં . તેમના દ્વારા ટ્રોફી ઓ તેમજ રોકડ ઈનામો અપાયા હતાં .





