સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહુવા પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી કરાઈ.
ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ મહુવા પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલા વાહનો ભંગારની જાહેર હરાજી તા.11.01.2024 ને ગુરુવારે કરવામાં આવી હતી.જાહેર હરાજીમાં ભાગ લેવા 387 જેટલા વેપારીઓ ભાગ લીધો હતો જેમાં 305 જેટલા વાહનોની હરાજી કરવામાં આવતા 67,80,000 જેટલી સરકારને આવક થઈ હતી.મહુવા પોલીસ સ્ટેશન ખાતે આજે સવારથી વેપારીઓનો જમાવડો જોવા મળ્યો હતો જેમાં વેપારીઓ દ્વારા અલગ અલગ બોલીઓ બોલી જાહેર હરાજીમાં ભાગ લીધો હતો.ત્યારે સ્વચ્છતા અભિયાન ના ગુજરાત સરકાર ના મિશન બાદ મહુવા પોલીસ સ્ટેશન ખાતે જુના વાહનોની હરાજી થતાં પોલીસ સ્ટેશન ટૂંક જ સમયમાં ઘણા સમયના વાહનોના કબજા થી થઈ સ્વચ્છ થતું નજરે પડશે.





