મહુવાના ઢુંઢેશામાં ભૂસ્તર વિભાગ ની રેડ માટી ખનનનું નેટવર્ક પકડાયું.

SHARE:

મહુવાના ઢુંઢેશામાં ભૂસ્તર વિભાગ ની રેડ માટી ખનનનું નેટવર્ક પકડાયું.

માટી અને રેતી ખનન મામલે વગોવાયેલા મહુવા તાલુકા મા અનેક ફરીયાદ ઉઠતા છેવટે ભૂસ્તર વિભાગે ગુરુવારે ઢુંઢેશા ગામે રેડ પાડી ગેરકાયદે ધમધમતુ માટી ખનનનુ નેટવર્ક ઝડપી પાડ્યુ હતુ.ભૂસ્તર વિભાગ દ્વારા ઘટના સ્થળે થી માટી ખનન કરતુ જેસીબી મશીન અને બે ટ્રક મળી કુલ્લે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક તંત્રની ઢીલી કામગીરીના પરિણામે મહુવા તાલુકાના ગામોમા ગેરકાયદેસર માટી ખનન અને રેતી ખનનનો વેપલો પુર જોશમાં ધમધમી રહ્યો છે.અને ગેરકાયદેસર રેતી અને માટી ભરી બેફામ દોડતી ટ્રકોને લઈ સ્થાનિક રહીશો પણ તોબા પોકારી ઉઠ્યા છે.જેને લઈ તાલુકાની જનતામાં સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા.સ્થાનિક તંત્ર નિષ્ક્રિય રહેતા આ માટી ચોરો સામે લગામ લાદવા જાગૃત નાગરિક દ્વારા મહુવા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર ચાલતા માટી ખનન અંગેની માહિતી ભૂસ્તર વિભાગને આપતા ભૂસ્તર વિભાગ સક્રિય બની ગયુ હતુ.અને આજે તા-11 જાન્યુઆરી 2024 ને ગુરુવારે સવારે મહુવા તાલુકાના ઢુંઢેસા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર રેડ કરી કડક કાર્યવાહી હાથ ધરવાનુ શરૂ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.ભૂસ્તર વિભાગના અધિકારી બિપિન કાછડિયા,પરાગ વિરાડીયા અને માનગીલાલ સુથાર સહિતની ટીમ દ્વારા ઘટના સ્થળે થી ગેરકાયદેસર માટી ખનન કરતુ 1 જેસીબી મશીન સાથે 2 ટ્રક ઝડપી પાડી કુલ્લે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.આમ ભુસ્તર વિભાગની ટીમ દ્વારા મહુવા તાલુકામા ગેરકાયદેસર માટી ખનન ચાલતા સ્થળ ઉપર દરોડા પાડી કુલ્લે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોઈ માટી ચોરોમા ફફડાટ ફેલાય ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!