સુરત જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના એસ.આર.પી.એફ. ગ્રાઉન્ડ, વાવ ખાતે થશે

SHARE:

સુરત જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના એસ.આર.પી.એફ. ગ્રાઉન્ડ, વાવ ખાતે થશે

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાશે પ્રજાસત્તાક ઉજવણી સમારોહ
આગામી તા.૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકાના એસ.આર.પી.એફ. ગ્રાઉન્ડ, વાવ ખાતે થશે. તા.૨૬મીએ સવારે ૯.૦૦ કલાકે ગરિમામય ધ્વજ વંદન સમારોહ યોજાશે. જે સંદર્ભે કલેકટર જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી અને આયોજન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઈનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હોવાની વિગતો કલેકટરશ્રીએ આપી હતી.
નોંધનીય છે છે કે, ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ દળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાશે. જિલ્લા કક્ષાની આ ઉજવણીના ઉપલક્ષ્યમાં તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, સર્કલોને રોશનીથી શણગારવામાં આવશે.
આ પ્રસંગે શિક્ષણ, ડી.આર.ડી.એ., આરોગ્ય, સુરક્ષા, વન વિભાગ, મહિલા અને બાળ પોષણ વગેરેના ટેબ્લોનું નિદર્શન, રમતવીરો તેમજ શિક્ષણ ક્ષેત્રે ગત વર્ષમાં પ્રથમ આવેલા તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરી તેમણે પ્રોત્સાહિત કરાશે. ધ્વજવંદન બાદ જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ દળ, એનસીસી, ગૃહ રક્ષક દળ, પ્લાટૂનોની પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાશે. યોગ તેમજ દેશ ભક્તિને આવરી લેતી વિવિધ કૃતિઓ નિદર્શનો કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!