મહુવા મિયાંપુર ચોકડી થી બે રીઢા બાઇક ચોર ઝડપાયા.

SHARE:

મહુવા મિયાંપુર ચોકડી થી બે રીઢા બાઇક ચોર ઝડપાયા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વાહન ચોરોને ઝડપવા માટે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એક્શન પ્લાન બનાવતા મહુવા તાલુકાના મીયાપુર ચાર રસ્તા મુકામે વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ જણાતા બે ઇસમોને મોટરસાયકલ ઉપર પસાર થતાં જોઈ તેઓની પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓ પાસેથી વાહનના કોઈપણ પુરાવા મળી ન આવતા પોલીસે ઇ ગુજકોપ ટેકનોલોજી નો ઉપયોગ કરી વાહનની તપાસ કરતા વાહન અન્ય કોઈ ઈસમના નામે જણાયું હતું.પોલીસે મોટરસાયકલ ઉપર બેઠેલા સંતોષ બાબુ ગાયકવાડ અને લલિત ઉર્ફે ભાઉ કિશન દેવાસી (બંને રહે-જોળવા, સાયબા મિલ પાસે, તાલુકો-પલસાણા) ની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને બંને રીઢા વાહન ચોર હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ તપાસ દરમિયાન તેઓએ મહુવા, બારડોલી તથા નવસારી જિલ્લામાંથી અનેક મોટરસાયકલોની ચોરી કરી હોવાનું જણાયું હતું.આ સિવાય તેઓએ બીલીમોરા, ચીખલી, કડોદરા, અડાજણ, ઉમરા વગેરે વિસ્તારમાં પણ મોટર સાયકલ ની ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું હતું. બંને વાહન ચોરો રીઢા અને ગુનાહિત માનસ ધરાવતા હોવાનું જણાતા પોલીસે તેઓ પાસેથી ચોરીની બે સ્પ્લેન્ડર મોટરસાયકલ, એકટીવા, પેશન પ્રો અને એફ ઝેડ એસ મોટરસાયકલ મળી કુલ પાંચ મોટરસાયકલો અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!