કાછલ કોલેજમાં સપ્તધારા અંતર્ગત LPG પંચાયતના સહયોગથી “ઓઇલ એન્ડ ગેસ કંઝર્વેશન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ ૧૨/૦૧/૨૦૨૪ ના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળLPG પંચાયતના સહયોગથી “ઓઇલ એન્ડ ગેસ કંઝર્વેશન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સેલ્સ ઓફિસર શ્રી સોમરાજ સાહેબે વિદ્યાર્થીઓને આ વિષય અંગે પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે સાથે ગેસ કંઝર્વેશન અંગેની માહિતી પણ આપી હતી. ત્યારબાદ શ્રી આર.ઉમાપતિ (DGM Sales LPG North West, અમદાવાદ) સાહેબે ગેસ લીકેજ થાય ત્યારે સાવચેતીના પગલાં અને ટોલ ફ્રી નંબર ૧૯૦૬ વિષેની પણ માહિતી પૂરી પાડી હતી. તેમની સાથેની ટીમમાં જમશેદભાઇ, નિકુંજભાઈ, ઇલયાસભાઈએ પણ આ વિષય અંગેની માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સપ્તધારા કોર્ડિનેટર ડૉ.ધ્વનિ દેસાઈએ અને સંચાલન પ્રા.આશા ઠાકોરે કર્યું હતું. કાર્યક્રમની પુર્ણાહુતિ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી અને અંતે HPCL દ્વારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફગણ માટે આઇસ્ક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.





