આજે તા.૧૦મીએ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે
દેશ-વિદેશના ૯૭ પતંગબાજો ભાગ લેશેઃ
સુરત શહેરના આંગણે તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯.૦૦ થી ૫.૦૦ વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું ઉદ્દધાટન મેયરશ્રી દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવશે.
ગુજરાત પ્રવાસન નિગમ લિ. અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ૩૭, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના ૧૪ તથા ગુજરાતના સુરતના ૩૯, નવસારીના એક અને વડોદરાના પ અને ભરૂચના એક મળી કુલ ૯૭ પતંગબાજો ભાગ લેશે. પતંગબાજોના અવનવા કરતબો માણવાના અવસરનો સુરતીઓને મળ્યો છે. જેથી સુરતીઓને ઉત્સવને માણવા માટેનો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.





