Traffic Tail

પૂર્ણાશક્તિ યોજનામાં મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ: ત્રિશાબેન અતુલભાઈ ચૌધરી

SHARE:

પૂર્ણાશક્તિ યોજનામાં મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ: ત્રિશાબેન અતુલભાઈ ચૌધરી

માંડવી તાલુકાના મોરીઠા ગામની ત્રિશાબેન ચૌધરીની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની, મેરી જુબાની
માંડવી તાલુકાના મોરીઠા ગામની ૧૪ વર્ષીય કિશોરી ત્રિશાબેન અતુલભાઈ ચૌધરી ધો.૮માં અભ્યાસ કરે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની, મેરી જુબાની વર્ણવતા તેણે કહ્યું કે મારા પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષક આહાર કે સામગ્રી ખરીદવા શક્ય નથી. એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું, અને નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે.
આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે એમ તેણે ઉમેર્યું છે.
તેમણે વધુંમાં જણાવ્યું કે, મોરીઠા આંગણવાડી કેન્દ્ર-૨ ના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પૂર્ણા શક્તિ આહારમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે, દર બુધવારે આયર્નની ગોળીનું સેવન કરાવવામાં આવે છે. ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!