VGGS 2024 પહેલા ટેક્સટાઇલ હબ સુરત 23 નવેમ્બર, 2023ના રોજ ફ્યુચર રેડી 5F ટેક્સટાઇલ સેમિનાર યોજવા માટે સજ્જ
માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ ટેક્સટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલ કાર્યક્રમમાં સંબોધન કરશે
ભારત સરકારના માનનીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય સરકારી અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ગાંધીનગર, XX નવેમ્બર: 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે 23 નવેમ્બર, 2023ના રોજ સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટે એક સેમિનાર યોજાશે.
માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ ટેક્સટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલ, ભારત સરકારના માનનીય ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય સંસદ સભ્ય (લોકસભા) શ્રી સી. આર. પાટિલ, ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ (IMD) ના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર (IAS), ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે (IAS), સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી દક્ષેશ માવાણી, અને ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી રૂપ રાશિ (IA & AS) તેમજ ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરના અન્ય મુખ્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક વક્તાઓ, ઉદ્યોગકારો અને અન્ય સંબંધિત હિતધારકોની ભાગીદારી પણ જોવા મળશે.
એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે અને ત્યારબાદ ગુજરાતની ટેક્સટાઇલ અને એપેરલ ઇકોસિસ્ટમ પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. માનનીય સંસદ સભ્ય (લોકસભા) શ્રી સી.આર. પાટિલ, ભારત સરકારના માનનીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ અને ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@47’ માટે ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરની ભૂમિકા અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઇઓ (ટેક્સટાઇલ વિભાગ) શ્રી વિવેક મહેતા, અરવિંદ મફતલાલ ગ્રુપના વાઇસ ચેરમેન શ્રી પ્રિયવ્રત મફતલાલ, અરવિંગ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કુલીન લાલભાઈ પણ ગુજરાતના ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટર અંગે તેમજ સેક્ટરને ફ્યુચર-રેડી બનાવવા માટે તેના ભવિષ્યના માર્ગ અંગે પોતાના મંતવ્યો શેર કરશે. SGCCIના પ્રેસિડેન્ટ શ્રી રમેશ વઘાસિયા દ્વારા આભારવિધિ કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને ત્રણ સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે, 1) ‘નીટિંગ ગુજરાત્સ ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારત’ (વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા), જેનું સંચાલન ઇકોનોમિક લૉ પ્રેક્ટિસના મેનેજિંગ પાર્ટનર અને એસોચેમ નેશનલ ટ્રેડ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી સુહેલ નાથાણી દ્વારા કરવામાં આવશે; 2) ‘ફ્રોમ લૂમ્સ ટુ લીડીંગ એજ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (લૂમ્સથી માંડીને અગ્રણી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી), જેનું સંચાલન વઝીર એડવાઇઝર્સના સહસ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રશાંત અગરવાલ કરશે; અને 3) ‘વીવીંગ ટ્રેડિશન ટેક્નોલોજી’ (વણાટ પરંપરાની ટેક્નોલોજી), જેનું સંચાલન ઘેરઝી ટેક્સટાઇલ ઓર્ગેનાઇઝેશનના સિનિયર કન્સલ્ટન્ટ શ્રી સૂર્યદેબ મુખર્જી કરશે.
ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત એ દ્વિવાર્ષિક વૈશ્વિક બિઝનેસ સમિટ છે, જે ગુજરાતમાં 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. તે રોકાણની તકો, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે વ્યવસાયો અને સરકારો માટે એક પ્રમુખ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



